Posts

Showing posts from July, 2020

કોરોના વર્લ્ડ LIVE / બોલિવિયામાં 5 દિવસમાં શેરીઓ અને ઘરોમાંથી 400 મૃતદેહો મળ્યા, તેમાથી 85%ના સંક્રમણથી મોત થયાની શંકા

Image
ન્યૂયોર્ક.  વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 1 કરોડ 51 લાખ 7 હજાર કેસ નોંધાયા છે. 6 લાખ 19 હજાર 812 લોકોના મોત થયા છે. 91.28 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બોલિવિયામાં પોલીસને પાંચ દિવસમાં શેરીઓ અને ઘરોમાંથી 400 મૃતદેહો મળ્યા છે. નેશનલ પોલીસ ડાયરેક્ટર ઈવાલ રોજેસ મુજબ તેમાથી 85% (લગભગ 340)ના મોત સંક્રમણથી થયાની આશંકા છે. અહીના ચોચાબાંબા વિસ્તારમાંથી 191, લા પાઝમાંથી 14 અને સેન્ટાક્રૂઝમાંથી 68 મૃતદેહો મળ્યા. ટ્રમ્પે કહ્યું કે વેક્સીન બનાવવા માટે ચીન સાથે કામ કરવા માટે તૈયાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોનાની વેક્સીન પહેલા લાવવા માટે અમારી સરકાર ચીન સહિત ઘણા દેશો સાથે મળીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે વેક્સીન બનાવવા માટે ચીન સારું કામ કરી રહ્યું છે. અપેક્ષા કરતા તે રસી વહેલી આવવાની સંભાવના છે. તે લોકો સુધી તરત જ પહોંચાડવામાં આવશે, કારણ કે અમેરિકાની સેના તેને વહેચવામાં મદદ કરશે. ઝિમ્બાબ્વેમાં કર્ફ્યુ લગાવાયો ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ એમર્સન મનાંગાગ્વાએ મંગળવારે દેશભરમાં કફ્ર્યુ લગાવી દીધો છે. સુરક્ષાદળો સવારના 6થી સાંજના 6 દરમિયાન રાઉન્ડ લગ...