સુનાવણી / જાધવ વિરૂદ્ધ PAK જાસૂસીના પુરતા પુરાવા ન આપી શક્યું- ભારત; અધિકારીએ પાક. એટોર્ની જનરલ સાથે હાથ ન મિલાવ્યાં
હેગ: પુલવામામાં CRPF જવાનો પર જૈશ-એ-મોહમ્મદના હુમલાના ચાર દિવસ પછી ભારત અને પાકિસ્તાન કુલભૂષણ મામલે સામસામે આવ્યાં. પૂર્વ ભારતીય નેવી અધિકારી જાધવને સંભળાવવામાં આવેલી મોતની સજાને લઈને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં સોમવારથી સુનાવણી શરૂ થઈ ગઈ. આ સુનાવણી ચાર દિવસ સુધી ચાલશે. સોમવારે ભારતીય વકીલ હરીશ સાલ્વે એ દલીલ રજૂ કરી. તેઓએ કહ્યું કે પાકિસ્તાન ICJના મોચનો ખોટો ઉપયોગ કરી રહ્યાં છે. પાકિસ્તાન જાધવ વિરૂદ્ધ જાસૂસીના વિશ્વનિય પુરાવા રજૂ નથી કરી શક્યા. મંગળવારે પાકિસ્તાની વકીલ ખાવર કુરૈશી દલીલ રજૂ કરશે. જે બાદ ભારત 20 ફેબ્રુઆરીએ તેના પર જવાબ આપશે, જ્યારે ઈસ્લામાબાદ 21 ફેબ્રુઆરીએ પોતાની અંતિમ દલીલ રજૂ કરશે. આ વર્ષે આ કેસમાં ચુકાદો આવવાની આશા છે. સુનાવણી દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ દીપક મિત્તલે પાકિસ્તાનના એટોર્ની જનરલ અનવર મંસૂર ખાને હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મિત્તલે તેઓની સાથે હાથ ન મિલાવ્યો. મિત્તલે હાથ જોડીને તેમની સાથે મુલાકાત કરી. Source